મોરબીના સિરામિક ઉધોગ દ્વારા પ્રથમવાર એક મહિનાનું વેકેશન પર જવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી 10 ઓગસ્ટથી ફેકટરીઓ શટ ડાઉન કરશે.જેના પગલે એક તરફ સિરામિક સાથે જોડાયેલ બીજા આનુસંગિક ઉધોગ અને વ્યવસાયને પણ અસર થાય તેવી સંભાવના છે. ફેકટરીઓ બંધ થવાથી દરરોજ મોરબીના અલગ અલગ ફેક્ટરીમાં લોડ અન લોડ થતા ૫૦૦૦થી પણ વધુ ટ્રકમાં માલ લોડ અન લોડ થવાનું પણ બંધ થઈ જશે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગ પણ બંધ રાખવો પડે તેમ છે જેથી મોરબી જીલ્લાના ટ્રાન્સપોર્ટ એસોશીએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર દ્વારા આગામી 15 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર એમ એક મહિના સુધી આંશિક રીતે વેકેશન પર જવાનો નિર્ણય લીધો છે
પ્રભાતભાઈના જણાવ્યા મુજબ હાલ સિરામિક પેપર મિલ તેમજ અન્ય આનુસંગિક ઉધોગમાં દરરોજ 6000થી વધુ ટ્રક દરરોજ લોડ અનલોડ થાય છે પરંતુ સિરામિક ફેક્ટરી બંધ રહેવાથી મોટાભાગના ટ્રાન્સપોર્ટને અસર થશે જોકે પેપર મિલ,નોનવુવન,પ્લાઈવુંડ ફેક્ટરી તેમજ પોલી પ્લાસ્ટ સહિતની ફેક્ટરી ચાલુ રહેશે આ ઉપરાંત મોરબીથી અલગ અલગ જીલ્લામાં પાર્સલ લઈને જતા ટ્રક પણ ચાલુ રહેતા હોય છે જેથી આ ઉધોગમાં પણ માલના પરીવહનને અસર ન થાય તે માટે સંપૂર્ણ પણે બંધ રાખવાના બદલે આંશિક રીતે એક મહિના સુધી સ્વૈચ્છિક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

