HomeGujarat15 ઓગષ્ટ પહેલા રાજકોટના બ્રીજનું કામ પૂરું નહીં થાય, સ્લેબ સિવાય પણ...

15 ઓગષ્ટ પહેલા રાજકોટના બ્રીજનું કામ પૂરું નહીં થાય, સ્લેબ સિવાય પણ બાકી કામ

રાજકોટ: રાજકોટ શહેરની મધ્યમાં તૈયાર થઇ રહેલા હોસ્પિટલ ચોકના થ્રી આર્મ ઓવરબ્રીજનું કામ પુરૂ કરવાની કાગળ પરની સમયમર્યાદા 15 ઓગષ્ટે પૂર્ણ થઇ રહી છે. પરંતુ આ બ્રીજ ઓગષ્ટમાં તૈયાર થાય તેવી શકયતા હાલ તો દેખાતી નથી. કારણ કે હજુ પણ ઘણું કામ બાકી છે. તેથી રાજકોટ કોર્પોરેશને દિવસ રાત કામગીરી ચાલુ કરી દીધી છે.

50 ટકા સ્લેબ: રાજકોટમાં હોસ્પિટલ ચોક પાસે બની રહેલા બ્રીજની મધ્યમાં સ્લેબનું કામ 50 ટકા થયું છે.મહાપાલિકાએ રૂપિયા 109 કરોડના ખર્ચે આ બ્રીજનું કામ શરૂ કરાયા બાદ કોરોના સહિતના કારણે સતત મુદત પડતી રહી છે. હવે રાજકોટ કોર્પોરેશન કમિશ્નરે 15 ઓગષ્ટની મુદત આપી હતી. પરંતુ હજુ બાકી કામ જોતા ઓગષ્ટના અંત સુધીમાં કામ પૂર્ણ થવાનું અઘરૂ હોવાનું ખુદ તંત્ર સ્વીકારે છે. હવે તા. 1 ઓગષ્ટના રોજ ફરી એજન્સી સાથે મીટીંગ રાખવામાં આવી છે.બ્રીજનું એકંદર કામ 92 ટકા થયું છે અને 8 ટકા બાકી છે. સર્વિસ રોડ સહિતના અમુક કામ ચાલી રહ્યા છે.

કામ પૂરું કરવું પડકાર જનક: આ રૂટ પર લાઇટીંગ પોલ ઉભા થઇ ગયા છે. બ્રીજની મધ્યના અને મુખ્ય ભાગમાં કુલ છ સ્લેબ કરવાના છે. આ પૈકી 3 સ્લેબ એટલે કે 50 ટકા કામ પુરૂ થયું છે. ગત પખવાડીયે ખાસ મોટી ક્રેઇન મંગાવીને આ સ્લેબનું કામ કરવામાં આવ્યું હતું. હવે ઓગષ્ટમાં કામ પૂર્ણ કરવા તંત્રની ગણતરી છે છતાં છેલ્લુ કામ પડકારજનક બન્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW