મોરબી તાલુકાના જીલ્લાના સાદુળકા ગામની સીમ ગુરૂકુળ તરફ જવાના રસ્તે એ.બી.સી. મિારક્સ પાછળ ખુલ્લી જગ્યામાં દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા રહે. નાગડાવાસ તથા રમણીકભાઇ ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. નાની બરાર વાળાઓ ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીરો ભરી ગેસનુ કટીંગ કરતા હોવાની તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી.જી.જેઠવાને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

સ્થળ પર થી ટેન્કર ચાલક ગુડુ હુબલાલ નિશાદ ઉવ.૪૦, ધંધો-ડ્રાઇવિંગ, રહે. શાંતાદમલ, નીમતાલા, આસનસોલ, જી.પચ્છીમ વર્ધમાન, પશ્ચિમ બંગાળ,અને દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા/ આહિર ઉ.વ.૩૧, ધંધો-હોટલ, રહે. નેહરૂનગર, આહિરચોક,વિપુલ વસંતભાઈ મિયાત્રા,રમણિક ઉર્ફે દિનેશ ગોવિંદભાઇ ચાવડા ટેન્કર નં. GJ-12-AW-0060 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા ઝડપી લીધા હતા. અને તેની પાસેથી એક શોક લેલન કંપનીનું ટેન્કર રજી.નં. GJ-12-AW-0060 રૂ, 15 ,00,000- જેમાં આશરે 16,560 મેટ્રિક ટન કોર્મશીયલ પ્રોપેન ગેસ જેની કિં રૂ.3,11,05,94/- મળી કૂલ 16,75,7741ની મુદ્દામાલ વિસ્તારમા રાખતો ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ હાથ ધરી હતી આ સિવાય 36 નંગ ગેસના સિલીન્ડર નંગ-કિ. 2,72,000૨.૭(૩) બંને સાઇડ વાટ્યવાળો રબ્બરની પાઇપ નંગ-01 (૪) બોલેરો કાર રજી.નં. GJ 09-8w-1322 (૫) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન -2 મળી કુલરૂ.29,85,294 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

