મોરબી જિલ્લામાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મેડિકલ કોલેજ શરૂ થવા જઈ રહી છે. ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી જ મેડિકલ શરૂ કરવા માટેના રાજય મંત્રી બ્રિજેશ મેરજા તેમજ ભાજપના આગેવાનો દ્વારા સીએમ કાર્યાલયમાં કરેલ પ્રયત્નોને સફળતા મળી રહી છે. સતત સક્રિયતાના કારણે મોરબી મેડિકલ કોલેજ માટે જુદી જુદી મેડિકલ કોલેજો માંથી 40 તબીબી શિક્ષકોની નિમણૂક મોરબી મેડિકલ કોલેજ માટે કરવામાં આવી છે. અને તેમને તાકીદે મોરબી ચાર્જ લઈ લેવા સૂચનાઓ આપવામાં આવી છે.
જીએમઈઆરએસ હસ્તકની જુદી જુદી મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવતા 40 તબીબી શિક્ષકોની બદલી કરીને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે. આ તમામ 40 તબીબી શિક્ષકો મોરબી મેડિકલ કોલેજ ખાતે પોતાનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, મોરબીમાં ઝડપથી મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે ભાજપના આગેવાનો અને પદાધિકારી દ્વારા અવાર નવાર ગાંધીનગરના ધક્કા કર્યા હતા આ ધક્કા ફળ્યા હોય તેમ મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થશે આ મેડિકલ કોલેજ શરૂ થવાથી સીવીલ હોસ્પિટલમાં વધુ તબીબ અને અન્ય ટેક્નિકલ સ્ટાફ મળશે તેમજ આગામી વર્ષોમાં મેડીકલ સ્ટુડન્ટસ પણ ઇંટર્ન શિપમાં આવતા તબીબોની ઘટ્ટ ઓછી થશે તેવી સંભાવના વધી છે.

