વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૯ જુલાઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત લેશે. તેઓ ‘ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી”ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે.
બુલિયન એક્સચેન્જ: GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો પણ શુભારંભ કરશે. આ સાથે અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરશે.

વડા પ્રધાનને હસ્તે NSE IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX)ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે તેમ જ મેચ કરવામાં આવશે. આ સિવાય કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતા (liquidity)વધારશે. જેથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ જોડાશે અને તેની GIFT-IFSCમાં નાણાકીય ઇકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે.

