ગુજરાતમાં રખડતા ઢોર હવે બેફામ બની રહ્યાં છે. ગુજરાતનું એક પણ શહેર બાકી નહિ હોય જ્યાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો ન હોય. રોજ કોઈ શહેરમાંથી આખલાનો આતંક, ઢોરોના ભૂરાટા થયાની તસવીરો-વીડિયો જોવા મળે છે. ગુજરાતનું પવિત્ર યાત્રાધામ પણ આ આતંકથી બાકાત નથી. યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ થયુ હતું.
ભાવિકોને ઇજા: જેમાં ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે બાખડેલા બે આખલા ઘૂસી ગયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. દ્વારકામાં આખલા યુદ્ધનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, દ્વારકાધીશ મંદિર પર ધજા ચડાવા આવેલ રબારી સમાજના લોકોને બે આખલાઓએ બાનમાં લીધા હતા. જેથી અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ધજા લઈને ગયેલા લોકો વચ્ચે લડાઈ કરતા આખલાઓએ ઘુસીને આંતક મચાવ્યો હતો. બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો ઘવાયા હતા.

તંત્ર કુંભ કર્ણ અવસ્થામાં: આવામાં અહી આવનારા પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. તેમ છતાં નગર પાલિકા તંત્ર કુંભકર્ણ માફક ઊંઘમાં જોવા મળી રહ્યું છે

