HomeNationalવિયેતનામથી આવેલું દંપતી 45 પિસ્તોલ સાથે ઝડપાયું, કોનો છે આ મોતનો સમાન

વિયેતનામથી આવેલું દંપતી 45 પિસ્તોલ સાથે ઝડપાયું, કોનો છે આ મોતનો સમાન

વિયેતનામનું એક ભારતીય દંપતી મોટી સંખ્યામાં શસ્ત્રો સાથે પકડાયું છે. તેમની પાસે રહેલી બે ટ્રોલી બેગમાંથી 22 લાખ રૂપિયાથી વધુની કિંમતની 45 જેટલી બંદૂકો કબજે કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બંને પતિ-પત્નીએ અગાઉ 12 લાખથી વધુની કિંમતની 25 બંદૂકોની દાણચોરીમાં પણ પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી છે.

22 લાખની બંદૂક: કસ્ટમ અધિકારીએ કહ્યું કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ હથિયાર દાણચોર પતિ-પત્નીની ધરપકડ કરી છે. બંને બંદૂકો ભરેલી બે બેગ લઈને વિયેતનામથી ભારત આવ્યા હતા. જપ્ત કરેલી બંદૂકોની કિંમત 22 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.અધિકારીએ કહ્યું, ‘પ્રારંભિક રિપોર્ટમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ પુષ્ટિ કરી છે કે હથિયારો સંપૂર્ણ રીતે કાર્યરત છે.’ અધિકારીઓ સોમવારે વિયેતનામના હો ચી મિન્હ શહેરથી અહીં પહોંચેલા આરોપીઓ પર નજર રાખી રહ્યા હતા. આ દંપતી તેમની સાથે તેમની નવજાત પુત્રી પણ હતી. કસ્ટમ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પુરુષ મુસાફરના સામાનની તપાસ દરમિયાન, 45 પિસ્તોલ મળી આવી હતી, જેની કિંમત આશરે 22.5 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.”

કોણ છે આ: ધરપકડ કરાયેલા બન્ને વ્યક્તિોની ઓળખ જગજીત સિંહ અને જસવિંદર કૌર તરીકે થઈ છે, જેઓ પતિ-પત્ની છે. બન્ને 10 જુલાઈના રોજ વિયેતનામથી ભારત પરત ફર્યા હતા. જગજીત સિંહ બે ટ્રોલી બેગમાં પિસ્તોલ લાવ્યો હતો, જે તેને તેના ભાઈ મનજીત સિંહે આપી હતી. મનજીત તેમને બેગ આપવા પેરિસથી વિયેતનામ આવ્યો હતો. પિસ્તોલની કિંમત આશરે 22 લાખ 50 હજાર રૂપિયા છે. આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ અગાઉ તુર્કીથી 25 પિસ્તોલ લાવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW