HomeGujaratમોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાની હદમાં ગેરકાયદે ખડકાયેલ 4 ધામિક બાંધકામ પર પાલિકાનું...

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાની હદમાં ગેરકાયદે ખડકાયેલ 4 ધામિક બાંધકામ પર પાલિકાનું બુલડોઝર ફર્યું

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધા હોવાની ફરિયાદ ઉઠતા મોરબી પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી અને આવાસ યોજનામાં ખડકાયેલ 4 જેટલા દબાણ પર બુલડોઝર ફેરવી દિધુ હતું.


મોરબી શહેરના નવલખી બાયપાસ વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદે બાંધકામ ખડકી દીધા હોવાની ફરિયાદ મળી હતી જે બાદ પાલિકા દ્વારા આગાઉ ત્રણ નોટિસ આપી આ બાંધકામ હટાવી દેવા સુચના આપવામાં આવી હતી જોકે સ્થાનિકો દ્વારા બાંધકામ હટાવવામાં ન આવતા આજેમોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપ સિંહ ઝાલા અને દબાણ હટાવ ટીમના હિતેશભાઈ રવેશિયા અને તેમની ટીમ એ ડિવિઝન પોલીસના કાફલા સાથે પહોચી હતી અને અલગ અલગ 4 જેટલા ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવી દિધા હતા અને જગ્યા દબાણ મુક્ત કરાવી હતી.સાથે સાથે આવાસ યોજનાં હોદેદારોને ફરી આ પ્રકારનું દબાણ ન કરવા તાકીદ કરી હતી તેમજ જો ફરીવાર આ રીતે ગેરકાયદે દબાણ થસે તો કાયદેસર કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW