HomeGujaratમોરબીના શહેરીજનોને મોંઘા ભાડામાંથી મળશે મુક્તિ : નવી 2 સીટી બસ...

મોરબીના શહેરીજનોને મોંઘા ભાડામાંથી મળશે મુક્તિ : નવી 2 સીટી બસ મળી, બાકીની 14 હવે મળશે

મોરબી શહેરની હદ દિન પ્રતિદિન વિસ્તાર પામી રહી છે. સિરામિક ઉધોગના વિકાસ થવાથી મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દરરોજ આવન જાવન કરે છે ખાસ કરીને શાળા કોલેજના છાત્રો, સિરામિક તેમજ અન્ય ઉધોગમાં નોકરી ધંધા માટે છેક જેતપર, રફાળેશ્વર ઢુવા સુધી જાય છે અને શહેરમાં આવતા બધા લોકો પાસે પોતાનું વ્હીકલ ન હોવાથી ઓટો રીક્ષા કે ખાનગી વાહનમાં જતા હોય છે જેના કારણે ઉચું ભાડું ચુકવવું પડી રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં લોકોની સુવિધામાં વધારો કરવા પાલિકાએ વધુ પેહેલ કરી છે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા આવવા માટે સીટી બસની સંખ્યા વધારવામાં આવી છે મોરબીમાં અગાઉથી 4 સીટી બસ ચાલી રહી હતી જોકે શહેરના વિસ્તાર અને વસ્તી મુજબ આ સંખ્યા ખુબ ઓછી હતી અને તે પણ કોઈ ચોક્કસ ટાઈમ ટેબલ મુજબ ચાલતી ન હતી અને લાંબા સમયથી શહેરમાં સીટી બસની સંખ્યા વધારવાની માંગણી થઇ રહી હતી જેને પાલિકાએ હકારાત્મક રીતે લીધી હોય તેમ સિટીબસની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની અમૃત સીટી યોજના અંતર્ગત નવી બસ ફાળવવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં નવી સીટી બસ આવવાની શરુઆત થઇ ચુકી છે. હાલ 2 નવી બસ મળી ચુકી છે આ બસનું મંત્રી બ્રિજેશ મેરજા,પાલિકા પ્રમુખ કે કે પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને અન્ય હોદેદારો દ્વારા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ બન્ને બસ તેમજ અગાઉની 4 બસ અલગ અલગ રૂટ પર ચાલી રહી છે હવે 2 નવી બસ આવી જતા તેને પણ શહેરના નવા રૂટ પર મુકવામાં આવી છે હાલ શહેરમાં કુલ 6 બસ અલગ અલગ રૂટ પર ચાલી રહી છે જયારે બાકીની બસ આગામી સમયમાં મળતા નવાં રૂટ અને ટાઈમ ટેબલ પણ જાહેર કરી ચલાવવામાં આવશે તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW