સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતી એક મહિલાની માતાનું કોલકત્તામાં અવસાન થતા તેને સુરતથી કોલકાતાની ફ્લાઈટ નું બુકિંગ કરાવ્યુ હતું. પણ ભારે વરસાદને કારણે આ મહિલા પોતાની ફ્લાઈટ ચૂકી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી 15 હજાર સુરત કોલકાતાની ફ્લાઇટ બુક કરવી હતી. ફ્લાઈટ માટે જ્યારે એ મહિલા પોતાના એક વર્ષ બાળક અને પતિ સાથે સુરત એરપોર્ટ માટે નીકળી ત્યારે વરસાદના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આ પરિવાર સમયસર એરપોર્ટ પહોંચી શક્યો ન હતો. જેના કારણે તેની ફ્લાઈટ મિસ થઈ ગઈ હતી.
કોણ છે આ: પરિવાર મજૂરી કરીને કડોદરા વિસ્તારમાં ગુજરાન ચલાવે છે. પરિવારની સ્થિતિ આટલી કફોડી હતી કે તેઓ બીજી ફ્લાઈટથી કોલકાતા જઈ શકાય એમ ન હતું. આ મહિલા એટલી ભાંગી પડી હતી કે, એક ક્ષણ માટે એવું માની લીધુ કે, અંતિમદર્શન પણ માતાના નહીં થાય. પણ રોનક નામના પેસેન્જરે 32,672 રૂપિયાની ટીકીટ કરાવી આપી હતી. આ મહિલાને રડતી જોઈ એરપોર્ટના તમામ કર્મચારીઓએ તેમની મદદ કરવા અંગે વિચાર્યું હતું. સ્પાઇસ જેટના મેનેજર સચિન પિલ્લાઈ અને ઈન્ડિગો એરલાઇન્સના મેનેજર અનિસૂર બન્નેએ CISF સાથે વાત કરીને મહિલાને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ આપ્યો

સુરત-જયપુરની ફ્લાઈટમાં જનાર રોનક નામના પેસેન્જરે 32,672 રૂપિયા ખર્ચીને સુરતથી દિલ્હી અને દિલ્હીથી કોલકત્તાની એમ બે ફ્લાઇટની ટિકિટ આ પરિવારને કરાવી આપી હતી. એરલાઇન્સ અને CISFના ઓફિસરો એ પણ મળીને રૂપિયા 9100 એકઠા કર્યા હતા. જે મહિલાને આપ્યા હતા એટલું જ નહીં મહિલાની પરિસ્થિતિ જોઈને એરપોર્ટ બિલ્ડિંગની અંદર ગીતા રેસ્ટોરન્ટના માલિકે પણ પરિવારને જમાડ્યા હતા. આમ સૌના પ્રયાસથી એક મહિલાને એની માતાના અંતિમ દર્શન થયા હતા.

