રાજ્યભરમાં વાહન અકસ્માત ,આગ,હ્રદય હુમલા કે પ્રસુતિ સહીતની કોઈ પણ આરોગ્યને લગતી ઈમરજન્સી સેવા એવી 108 દ્વારા અનેકવાર અસામાન્ય કામ કરીને દર્દીને જીવ બચાવવ્યા હોવાના અનેક કેસ નોધાયા છે. તો સગર્ભાઓને વાનમાં પ્રસુતિ કરાવી માતા અને બાળકના જીવ બચાવતા હોય છે મોરબીની 108ની ટીમનો આવો એક કેસ સામે આવ્યો હતો જેમાં મોરબીના આંદરણા ગામમાં આવેલ વાડી વિસ્તારમાં મજુરી કામ કરતા એક શ્રમિક પરિવારની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108ને જાણ કરવામાં આવતા 108ના ઇએમટી ઇકબાલ ભાઈ તેમજ પાઈલોટ ઘટના સ્થળે ગયા હતા. મહિલાને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા નીકળ્યા હતા જોકે મહિલાની તબીયત લથડતા તુરત ડીલીવરી કરવાનું નક્કી કરી વાનમાં સફળ ડીલીવરી કરાવી હતી અને માતા તેમજ નવજાત શીશુનો જીવ બચાવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

