મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે છેલ્લા 2 દિવસમાં જે રીતે કેસ વધ્યા છે તે જોતા જાણે કોરોનાએ ફરી રફતાર પકડવાની શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે મોરબીમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 12 નવા કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં શુક્રવારે 994 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 5 કેસ જ્યારે શનિવારે 676 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 7 દર્દી આવ્યા હતા. બીજી તરફ 5 દર્દી સ્વસ્થ થયા હતા. જેમાં 3 દર્દી શુક્રવારે અને 2 દર્દી શનિવારે સ્વસ્થ થયા છે. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં એક્ટિવ કેસ 23 રહ્યા છે.શનિવારે સુધીમાં 10807 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10,435 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 95 દર્દીના મોત થયા હતા.

