મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ઉથલાવવા કેટલાક શખ્સોએ મકનસર – વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે બેલા પાથરી ટ્રેન ઉથલાવવા પ્રયાસ કર્યો હતો જોકે રેલ્વે વિભાગના કર્મચારીઓની સતર્કતાને પગલે ટ્રેન પલટી મારે તે પહેલા રોકી દેવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી આ અંગે રેલ્વેને ઈજનેર સુરેશકુમાર રામ શબ્દ ગૌતમે રેલ્વે પોલીસ મથક રાજકોટમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે રેલ્વે પોલીસ મથકના પી આઈ એન કે વ્યાસ અને તેમની ટીમ દ્વારા આરોપીઓને શોધવા પ્રયાસ કર્યા હતા દરમિયાન આ આરોપીઓ વાંકાનેરના હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે તપાસ કરી હતી અને વાંકાનેરના અકબર ઉર્ફે હ્ક્કો દાઉદ મોવર રહે વાંકાનેર અને લક્ષ્મણ મગન ઈશોરા ચંદ્રપુર વાંકાનેર વાળા ને રેલવે પોલીસે ઝડપી લીધા હતા
પોલીસે બન્ને શખ્સની વિધિવત અટકાયત કરી શા માટે ટ્રેન ઉથલાવવા માગતા તેની સાથે બીજા કોઈ લોકો સામેલ હતા કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી ઝડપાયેલ આરોપીઓ પૈકી અકબર ઉરફે હક્કો યુપીમાં યોગી સરકાર દ્વાર જે રીતે ગેરકાયદેબાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરી રહ્યા છે તેનાથી નારાજ હોય અને વાંકાનેરના લક્ષ્મણને પૈસા આપી આ ટ્રેક ઉથલાવવા પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે જોકે આ અંગે સતાવાર પોલીસ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી

