મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકા બગસરા ગામની પ્રા શાળામાં આવેલ મધ્યાહ્ન ભોજનનું રસોડું છેલ્લાકેટલાય સમયથી જર્જરિત અવસ્થામાં છે છત પણ પડુ પડુ છે.જેના કારણે મધ્યાહ્ન ભોજનની જવાબદારી જેમને સોપવામાં આવી છે તે સંચાલકોને ઘરેથી રસોઈ બનાવી પહોચાડવી પડે છે આ આ બાબતે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો દરમિયાન ગુરુવારે યોજાયેલ પ્રવેશોત્સવનો પણ ગામ લોકોએ વીરોધ કર્યો હતો અને જ્યાં સુધી આ કામગીરી નહી થાય ત્યાં સુધી આવા તાયફા નહી થવા દે તેમ કહી ગામ લોકોએ ચાલતી પકડી હતી.

જોકે શિક્ષકો અને હાજર મહેમાનોએ માત્ર વિધાર્થીઓને કાર્યક્રમમાં બેસાડી ઉજવણી કરવી પડી હતી આ ઘટના બાદ આજે માળિયા મામલતદાર ડી સી પરમારે આ બાબતે મધ્યાહ્ન ભોજન શાખાના અધિક કલેકટરને પત્ર લખી નવા બિલ્ડીંગ ફાળવવા અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું

