સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થઇ રહ્યું છે અને વરસાદ થયા છે. જોકે મોરબી જિલ્મોલા માં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી.મોરબી જીલ્લામાં પણ ધીમે ધીમે વરસાદનું આગમન થઇ રહ્યું છે. મોરબીના વાકાનેર ટંકારા અને હળવદના ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ વરસાદ બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોધાઇ રહ્યો છે.
બુધવારે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું હતું અને મોરબીના પીપલી, રંગપર બેલા અને જેતપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદને પગલે ઠંડક પ્રસરી ગઈ હતી બીજી તરફ મોરબી શહેર ફરી એકવાર કોરું કટ્ટ રહ્યું હતું દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જોકે વરસાદ થઇ ન હતી પરંતુ ઠંડા પવનને કારણે લોકો ઠંડક પ્રસરી ગઈ હતી

