જેમ આ વર્ષે પણ પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે અગાઉના વર્ષો કરતા આ વખતે પાલિકાએ કોન્ટ્રાક્ટરોના ભરોષે રહેવાને બદલે ખુદ પોતાની જવાબદારીથી વોકળા સફાઈ, ભૂગર્ભ લાઈન બદલવા સહિતની અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકા કર્મચારીઓ દ્વારા જેસીબી અને હીટાચી મશીનથી સફાઈ કામગીરી હાથ ધરી હતી.હાલ પાલિકા દ્વારા 75 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે બાકીની કામગીરી 1 સપ્તાહ સુધી પૂર્ણ થવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. મોરબી શહેરમાં હજુ ચોમાસનું આગમન થયું ન હોવાથી જાણે પાલિકાને કામગીરી માટે એક સપ્તાહ વધુ મળ્યો છે જો પાલિકાના કર્મચારીઓ આ સમયનો સદુપયોગ કરે તો તેનો ફાયદો શહેરીજનોને આગામી ચોમાસામાં મળી રહેશે.
પાલિકાના વોકળા સફાઈની સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ રવેશિયાના જણાવ્યા મુજબ મોટા ભાગના વોકડામાં પ્લાસ્ટિક બોટલ, ઝબલા તૂટેલ રમકડાં કે તૂટેલ ઘરગથ્થુ સામાન નીકળી રહ્યો છે આ ઉપરાંત કાચ અને લોખંડ જેવા જોખમી કચરાનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. આવા કચરો વોકળામાં તેમજ ભૂગર્ભ લાઈનમાં જવાના કારણે લાઈન ચોક અપ થઈ જાય છે.જેના કારણે પાણી નિકાલનો રસ્તો બંધ થવા લાગે છે પરિણામે વરસાદી પાણી કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતું ભુગર્ભનું પાણી પણ નીકળી શકતું નથી અને આ કારણે પાણી રસ્તા પર એકઠું થાય છે અને જે પાણી વરસાદ રહ્યાના 1 થી 2 કલાકમાં વહી જવુ જોઈએ તે જતું નથી અને તેના કારણે શહેરીજનોને જ હાલાકી પડે છે. લોકો 50 માઇક્રોનથી નાની જાડાઈના ઝબલાનો ઉપયોગ બંધ કરે,તેમજ પાણીની બોટલ, પાન મસાલાના કાગળો, ઘરમાંથી નીકળતો તમામ નાના મોટા પ્લાસ્ટિક કાચ જેવું કચરા ગટર કે વોકડામાં ફેકવાને બદલે ડોર ટુ ડોર વાહનમાં નાખવાનો આગ્રહ રાખે તેવી અપીલ કરીએ છીએ

પાલિકા દ્વારા વોકળાઓમાં જેસીબી હિટાચી મશીન તેમજ કેટલીક જગ્યાએ કામદારો દ્વારા પણ કચરો કાઢી વોકળા સાફ કરવામાં આવ્યા છે આ જ રીતે ભૂગર્ભ ગટરની સફાઈ માટે સુપર સેકશન મશીન મગવાયું છે અને તેનાથી શહેરની મુખ્ય ભૂગર્ભ ગટરની લાઈન પણ સફાઈ કરવામાં આવી રહી છે. આજ દિન સુધીમાં આ મશીનથી વાઘપરા મેઇન વિસ્તાર, ચિત્રકુટ વિસ્તાર,શનાળા રોડ નવા બસ સ્ટેશન વિસ્તારમાં સફાઇ કરાઈ ચેઆ ઉપરાંત પાલિકાના જેટિંગ મશીન વસાવી ભૂગર્ભ લાઈનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાલિકા દ્વારા હાલ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ જોશમાં ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આગામી દિવસમાં વરસાદ થયા બાદ આ દાવો કેટલો સાચો છે તેની પરીક્ષા બાદ ખ્યાલ આવી જશે

