HomeGujaratમોરબી: અનાથ આશ્રમમાં દાનના નામે દુકાનદારને ધમકાવી રૂપિયા પડાવનાર 3 શખ્સને લોકોએ...

મોરબી: અનાથ આશ્રમમાં દાનના નામે દુકાનદારને ધમકાવી રૂપિયા પડાવનાર 3 શખ્સને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યા

મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શીખ જેવા દેખાતા ત્રણ શખ્સ અલગ અગલ કોમ્પ્લેક્ષ માં ફરે છે અને ક્યારેક અમૃતસરમાં લંગરના નામે કે અનાથ આશ્રમ દાનના નામે રૂપિયા ઉઘરાવતા હોવાની તો કયારેક વેપારી એકલો દુકાનમાં હોય તો તેને ધમકાવી તેની પાસેથી પરાણે રૂપિયા ઉઘરાવી લેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો દરમિયાન આજે ઉમિયા સર્કલ પાસે આવેલ સોમનાથ પ્લાઝા અને સ્ટાર આર્કેડ નામની દુકાનમાં બપોરના સમયે ત્રણ શખસ આવ્યા હતા અને અલગ અલગ દુકાનમાં ફરી પરાણે રૂપિયા ઉઘરાવતા હતા દરમિયાન એક દુકાનદારના 3100 જેટલી રકમ તો કોઈ પાસે 1100 જેટલી રકમ લઇ લીધા હતા આં અંગે આસપાસના લોકોને જાણ થતા તેઓએ ત્રણેયને દુકાનમાં પૂરી દીધા હતા. ઘટનાને પગલે આસપાસના વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોચી ટોળે વળી ગયા હતા. અને બાદમાં પોલીસને જાણ કરી હતી જે બાદ એ ડીવીઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય શખ્સને લઇ ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW