HomeNationalજાણી લો આખરે દેશના રાજયોમાં કેમ ખૂટી રહ્યું છે પેટ્રોલ ડીઝલ

જાણી લો આખરે દેશના રાજયોમાં કેમ ખૂટી રહ્યું છે પેટ્રોલ ડીઝલ

સરકારે બુધવારે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ દ્વારા કાપને કારણે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ (પીએસયુ) સાથે જોડાયેલા પેટ્રોલ પંપ પર દબાણ વધ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલની અછતનું સંકટ ઉભું થયું છે.

આ વાત સ્વીકારી: મંત્રાલયે સ્વીકાર્યું કે માંગમાં વધારાને કારણે PSU સપ્લાય કરવામાં સક્ષમ નથી, જેના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધી છે. મંત્રાલયનું કહેવું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સૌથી વધુ પેટ્રોલ-ડીઝલનું વેચાણ ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો દ્વારા કરવામાં આવે છે. પરંતુ ખાનગી કંપનીઓએ તેલના પુરવઠામાં ઘટાડો કર્યો છે. વધુમાં, આ રાજ્યોમાં ઓઈલ ટર્મિનલ અને ડેપો દૂર સ્થિત છે, જેના કારણે પેટ્રોલ પંપ પર સપ્લાયમાં વિલંબ થાય છે.

આ રાજ્યમાં સ્ટોક ખૂટ્યો: રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ.સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ ક્રૂડ ઓઈલની સરખામણીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી નથી. આ કંપનીઓ પેટ્રોલ 14 થી 18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 20 થી 25 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે. નાયરા એનર્જી, જીઓ-બીપી અને શેલ જેવી ખાનગી કંપનીઓ આ નુકસાન સહન કરવાની સ્થિતિમાં નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW