HomeGujaratખેડૂતોને હોર્ષ પાવર આધારિત બિલ આપવાની માગ સાથે મોરબી જિલ્લાના મામલતદારને આવેદનપત્ર

ખેડૂતોને હોર્ષ પાવર આધારિત બિલ આપવાની માગ સાથે મોરબી જિલ્લાના મામલતદારને આવેદનપત્ર

રાજ્યમાં ખેડૂતોને મીટર અને હોર્સપાવર આધારિત એમ બે પ્રકારે વીજબીલ આપવામાં આવતા હોય જેથી ભારતીય કિશાન સંઘ દ્વારા ગુજરાતના તમામ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોના હિતમાં હોર્સપાવર આધારિત બિલ આપવાની માંગણી કરવામાં આવી હતી.વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે. જેમાં બંનેના વીજદરમાં તફાવત છે.

જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકસાની થાય છે. ત્યારે મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવાની માંગણી રાજય સરકારને કરવામાં આવી હતી.મોરબી જિલ્લામાં પણ મોરબી,વાંકાનેર ટંકારા હળવદ અને માળીયા તમામ તાલુકા મથકમાં ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપી રાજય સરકાર ખેડૂતોના હિતમાં વહેલી તકે નિર્ણય લે તેવી અપીલ કરાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW