HomeGujaratમોરબી :સરકારે ફાળવેલી જમીન પર દબાણ દુર ન થતા અરજદારે ઈચ્છા...

મોરબી :સરકારે ફાળવેલી જમીન પર દબાણ દુર ન થતા અરજદારે ઈચ્છા મૃત્યુંની માંગ કરી

માળિયા તાલુકાના બગસરા ગામમાં રહેતા અને મીઠાના અગરમાં કામ કરતા વાઘેલા કીશોરભાઈ સુજાભાઈને જીવન નિર્વાહ મીઠા ના અગર માટેની સરકાર દ્વારા જમીન ફાળવવા આવી હતી જોકે આ જમીન જ્યારથી ફાળવી તે પહેલા અસમાજિક તત્વોના કબજામાં હતી અને કિશોર ભાઈ અગરનો કબજો લેવા ગયા ત્યારે જુસબ આમદ મિયાણા,ઉમર અલાયા જેડા,હુસેન કાસમ સંઘવાની, ડાડો ઇકબાલ આમદનો દીકરો તેમજ જસુબના ભત્રીજા સહિતનાએ જમીન પર ગેરકાયદે કબજો ખાલી કરવાના બદલે કિશોરભાઈ અને તેના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતા પરિવારે આરોપીઓ વિરુદ્ધ મથકમાં અરજી કરી હતી.જોકે પોલીસે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય એક્શન લીધા ન હતા અને માત્ર ચેપ્ટર કેસ કરી આરોપીઓને છાવર્યા હતા બીજી તરફ તંત્ર દ્વારા જમીન ખાલી ન કરાવતા પરિવારની હાલત કફોડી બની હતી જેથી કીશોરભાઈએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઈચ્છામૃત્યુ આપવા માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW