HomeGujaratભાવનગરમાં વીજળી પડતાં એકનું મોત

ભાવનગરમાં વીજળી પડતાં એકનું મોત

ગોહિલવાડ પંથકમાં બુધવારે પણ બપોર બાદ વરસાદી માહોલ ઉભો થયો હતો. ભાવનગર શહેરમાં સાંજે વંટોળિયો ફૂંકાયો હતો. અને શહેરના કાળીયાબીડ, ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ના ઝાપટાં વરસી ગયા હતા. ભાવનગર શહેરમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને અમુક જગ્યાએ વરસાદના ઝાપટાં વરસી ગયા હતા. એવામાં સિહોરના ખારી ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતાં 15 વર્ષના તરૂણનું મોત નીપજ્યું હતું.

ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ઝડપ 24 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી છે. ભાવનગર શહેરમાં 2.2 મીમી વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW