આરબીઆઇના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને પસંદ આવ્યો છે. ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટી માં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે.
લાલ રંગમાં બેન્કના શેર: પોલિસીની જાહેરાત પૂરી થતાં જ તેની સીધી અસર બેન્કિંગ સેક્ટરના શેર પર જોવા મળી રહી છે. સવારે લગભગ બધી જ બૅન્કો લાલ રંગમાં ટ્રેડ કરી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં બધા શૅર ઉપરની તરફ જવા લાગ્યા હતા. જો કે, બપોરે 12 વાગ્યા બાદ ફરી એકવાર બેન્કિંગ શેરોમાં વેચવાલી શરૂ થઈ હતી.

જાણકારો કહે છે: બજારના જાણકારોનું કહેવું છે કે, આરબીઆઇના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને પસંદ આવ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આ એક સારી વાત છે કે આરબીઆઈએ ગ્રોથની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી. જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં અર્થતંત્રમાં ધિરાણની માગ વધતી જોવા મળશે. જેનો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળશે.

