પેટ્રોલ ડીઝલ અને શાકભાજીમાં થયેલા ભાવ વધારાનો માર જનતા ખમી જ રહી છે ત્યારે વધુ એક મોંઘવારીની થપાટ જનતાને લાગી છે. ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કપાસિયા અને સિંગતેલમાં આ ભાવ વધારાનું કારણ નિકાસમાં થઈ રહેલો સતત વધારો છે. મગફળીની સીઝન શરૂ થયા પહેલા જ સીંગતેલ મોંઘુ થઈ ગયું છે.
ડબ્બાનો ભાવ: સિંગતેલનો ડબ્બાનો ભાવ ૨૭૨૦થી ૨૭૭૦ રૂ. સુધી પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૬૦૦થી ૨૬૨૦ રૂ. આસપાસ પહોંચ્યો છે.

પહેલા ઘટ્યા હવે વધ્યા: દિવાળી દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો.સિંગતેલના ડબાના ભાવ ૨૨૭૦ થી ૨૩૫૦ સુધી પહોંચ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ ૨૦૭૦ થી ૨૧૫૦ રૂપિયા થઈ ગયો હતો. તે બાદ સતત ભાવ વધારો કરવામાં આવતા છેલ્લા ૬ મહિનામાં તેલ ૨૭૦૦ને પાર પહોંચી ગયું છે. જેથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે ડબ્બે ૫૦૦ રૂપિયા સીંગતેલનો ભાવ વધી ગયો છે.
ભાવ વધારો: સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો નોધાયો છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે. તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે

