HomeGujaratઘુટૂ ગામથી અપહરણ થયેલ બાળક જામનગરથી મળી આવ્યો

ઘુટૂ ગામથી અપહરણ થયેલ બાળક જામનગરથી મળી આવ્યો

મોરબીના ઘુટૂ ગામ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં મામાના ઘરે આવેલ ઘાટીલા ગામના 7 વર્ષના પર્વ ભાવેશભાઈ વિડજાનું તેના મામના ઘર નજીક આવેલ બાલાજી પાન નામની દુકાન ધરાવતો રાજેશ ચંદુભાઈ જગોદરા અપહરણ કરી લઈ ગયો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસ.મથકે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ 5 ટીમ બનાવી આરોપીની શૉધખોળ કરતી હતી આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે અપહરણ થયેલ પર્વ વિડજા જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તારમાં હોય અને મોરબી એલસીબી પોલીસ જામનગર પહોચી ત્યારે જાણ થઈ હતી કે જામનગર પોલીસે અગાઉથી બાળક પર્વને છોડાવી અપહરણ કરનાર રાજેશ જગોદરાને ઝડપી લીધો હતો. મોરબી એલસીબીની ટીમે પણ બાળક અને અપહરણ કરનાર રાજેશનો કબજો લઈ મોરબી આવી પહોંચી હતી. પોલીસે અપહરણ થયેલ બાળક પર્વને માતા પિતાને સોંપ્યો હતો જ્યારે આરોપી રાજેશ વિરુદ્ધ અલગઅલગ કલમ હેઠળ ગુન્હો નોંધી તેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બાળકનું અપહરણ શા માટે કર્યું અને તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW