કેરળમાં 29મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. તેની સાથે જ ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો ગુજરાતમાં વરસાદને લઈને વિવિધ શક્યતાઓ વ્યક્તિ કરી રહ્યા છે.
પ્રેમોનસુંનમાં વર્ષા: આ દરમિયાન અમુક જગ્યા પર પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ થતી જોવા મળી રહી છે. આ જ કડીમાં આજે બોટાદ જિલ્લાના કેટલાભ ભાગોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઢડાના ઇતરિયા, લીંબાલી ગામમાં વરસાદી ઝાપટું પડ્યું છે.

વરસાદ વહેલો નથી: ગામમાં પવન સાથે વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં વહેલા ચોમાસાની કોઈ શક્યતા લાગી રહી નથી. આ ઉપરાંત હજુ બે દિવસ સુધી ગરમીથી પણ રાહત મળવાના કોઈ સંકેત નથી.

