HomeGujaratમોરબી: સેતુબંધ ફાઉન્ડેશને એક દીકરીના માતા-પિતા સહિત 173 લોકોનું સન્માન કર્યું

મોરબી: સેતુબંધ ફાઉન્ડેશને એક દીકરીના માતા-પિતા સહિત 173 લોકોનું સન્માન કર્યું

મોરબી જિલ્લામાં સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ શનાળા ગામ ખાતે આવેલ પટેલ સમાજવાળી ખાતે માતૃ પિતૃ વંદના નામથી અનોખા સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.આ સમારોહમાં જિલ્લામાં એવા 99 પરિવારનું શિલ્ડ આપી સન્માન કર્યું હતું જેમને દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યા વીના સંતાનમાં માત્ર એક દીકરીને ઉછેરી કરતા હોય આ ઉપરાંત ધોરણ 10 અને 12માં કે ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદશન કર્યું હોય તેવા 15 છાત્રો આ ઉપરાંત 12 શ્રેષ્ઠ શિક્ષક કોરોના સમય હોય કે સામાન્ય સમય શહેરીજનો જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે તેમની મદદ કરતી 47 સમાજ સેવી સંસ્થાઓ વગેરેનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું.

આ તકે મોરબીના પાટીદાર સમાજના અગ્રણીઓ, શિક્ષણ વિદ, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માતાપિતાનું એક માત્ર સંતાન અને તે પણ દીકરી એવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના પ્રેસિડેન્ટ ડો. શેહનાઝબેન બાબી, રાજકોટ સ્થીત મધુરમ હોસ્પિટલના સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો. હેમાંગભાઈ વસાવડા, ખેડૂત અગ્રણી અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે. કે. પટેલ, મોરબી સ્થિત કડવા પાટીદાર કન્યા કેણવણી મંડળ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી તેમજ મોરબી સ્થીત દરેક સમાજના પ્રમુખો-અગ્રણીઓની હાજરીમાં તેમજ તેઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW