HomeNationalફાસ્ટ સ્પીડ, GPS અને 'કવચ' જેવી સુવિધાઓ, જાણો કેટલી એડવાન્સ હશે નવી...

ફાસ્ટ સ્પીડ, GPS અને ‘કવચ’ જેવી સુવિધાઓ, જાણો કેટલી એડવાન્સ હશે નવી વંદે ભારત ટ્રેન

ભારતીય રેલ્વેએ ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અંતર્ગત નવી ડિઝાઇનવાળી, વધુ આધુનિક સુવિધાઓ સાથેની 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં દેશમાં રેલ્વે ટ્રેક પર દોડતી જોવા મળશે. રેલ્વે અનુસાર, દરેક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિર્માણ અંદાજિત 115 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ આ વર્ષે 15 ઓગસ્ટ પહેલા 16 કોચની સેમી-હાઈ સ્પીડ 2 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરશે અને આ ટ્રેનોને ટેસ્ટિંગ માટે ટ્રેક પર મૂકવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચી પરથી તેમના ભાષણમાં કહ્યું હતું કે તેમની સરકારનું લક્ષ્ય ઓગસ્ટ 2023 સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભારતના 75 શહેરોને જોડવાનું છે.

વડા પ્રધાન મોદીના આ વચનને પૂર્ણ કરવા માટે, ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત ટ્રેનોના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ રેલ્વે સુવિધામાં 75 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે. નવી વંદે ભારત ટ્રેન જૂની ટ્રેનો કરતાં વધુ અદ્યતન હશે.

રેલવેના જણાવ્યા અનુસાર, 16 કોચવાળી વંદે ભારત ટ્રેનના સેટના ઉત્પાદન પર અંદાજિત 115 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આમાંથી બે સેમી-હાઈ સ્પીડ ટ્રેનનું પરીક્ષણ આ વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવશે. આ બે ટ્રેનો ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં ઉત્પાદનના અંતિમ તબક્કામાં છે.

વંદે ભારત ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેનના નવા કોચ પહેલા કરતા હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ હશે. મુસાફરો માટે પહેલા કરતા વધુ આરામદાયક સીટો આપવામાં આવશે. ઈમરજન્સીમાં પેસેન્જર્સ સીધા લોકો પાઈલટ સાથે વાત કરી શકશે. તેની સુવિધા ટ્રેનના દરેક કોચની અંદર હશે.

નવી વંદે ભારત ટ્રેનોમાં AC-1, AC-2 અને AC-3 સ્લીપર કોચ હશે. હાલમાં જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તેમાં માત્ર બેઠકની સુવિધા ઉપલબ્ધ છે. હાલમાં, ભારતીય રેલ્વે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવી રહી છે. એક ટ્રેન દિલ્હીથી કટરા વચ્ચે ચલાવવામાં આવી રહી છે, જ્યારે બીજી ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે ચલાવવામાં આવી રહી છે.

આઈસીએફ ચેન્નાઈના જીએમ અતુલ કે. અગ્રવાલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે નવી વંદે ભારત ટ્રેનોમાં જીપીએસ આધારિત સિસ્ટમ પણ હશે, જે ચાલી રહેલી સ્થિતિ જાણી શકશે. આ ટ્રેનોના કેટલાક નાના ભાગો સિવાય બાકીનું બધું મેક ઇન ઇન્ડિયા હશે. આ ટ્રેનોમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ પણ હશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW