HomeGujaratહળવદ :માલણીયાદની ખારી નદીમાં રેતીચોરી કરતાં બે ટ્રેકટરો સાથે ત્રણ ઝડપાયા

હળવદ :માલણીયાદની ખારી નદીમાં રેતીચોરી કરતાં બે ટ્રેકટરો સાથે ત્રણ ઝડપાયા

માલણીયાદની ખારી નદીમાં રેતીચોરીના દુષણ મોટા પાયે વધ્યું છે અને આ દુષણ ડામવા સ્થાનિકો દ્વારા કરાયેલ અનેક રજૂઆત બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે જેમાં ગુરૂવારે થયેલી કાર્યવાહીમા બે રેતી ભરેલાં ટ્રેકટર ઝડપીને હળવદ કચેરી ખાતે જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે રેતીચોરીમા ઝડપાયેલા ત્રણેય શખ્સોને કોર્ટમા રજુ કરવામાં આવતા મોરબી જેલ હવાલે કરી અને રણમાં રેતીચોરીને અંજામ આપતાં શખ્સો સામે દાખલારુપ કામગીરી હાથ ધરી છે.

વનવિભાગની કચેરીએથી મળતી માહિતી મુજબ તાલુકાના છેવાડાના માલણીયાદમા રેતીચોરીની ઘણી બધી ફરીયાદો બાદ આખરે વનવિભાગે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં માલણીયાદની ખારી નદીમાં ગુરુવારે રેન્જ ફોરેસ્ટ અધિકારીએ જવાનો સાથે દરોડો કરતાં ઘુડખર અભ્યારણ વિસ્તારમાં રેતી ભરેલાં બે ટ્રેકટર ઝડપી લીધા હતા અને વનવિભાગ દ્વારા રાજેશ ભોજાભાઈ,ચિરાગ મહેન્દ્રભાઈ અને સંદીપ પ્રભુને ટ્રેકટર નં જીજે ૩૬ એસી ૦૫૪૪ અને જીજે ૩૬ સીસી ૯૧૬૪ અભ્યારણમા પરવાનગી વગર પ્રવેશ કરવો વન્ય અધિનિયમ ૧૯૭૨ ૨૦૦૨,૨૭.૧,૨૯ અને ૫૧ મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી મોરબી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW