HomeGujaratહવે કાર લેવી મોંઘી પડશે, સરકારે લીધો આ મોટો નિર્ણય

હવે કાર લેવી મોંઘી પડશે, સરકારે લીધો આ મોટો નિર્ણય

માર્ગ અને પરિવહન મંત્રાલયે એક સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે મોટર વીમાના પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20 માટે કરવામાં આવ્યો હતો. કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે અલગ-અલગ એન્જિન કેપેસિટી માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર વધારવામાં આવી રહ્યો છે. પ્રીમિયમના નવા દર 1 જૂનથી લાગુ થશે.

કાર લેવી મોંઘી પડશે: કારની વીમા કિંમત વધશે કારણ કે કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે વધુ રકમ ચૂકવવી પડશે. 1,000 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા વાહનો માટે થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ 2,094 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 2019-20માં આ રકમ 2,072 રૂપિયા હતી. એ જ રીતે, 1,000 cc થી 1,500 cc સુધીના વાહનો પર થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ 3,221 રૂપિયાથી વધારીને 3,416 રૂપિયા કરવામાં આવ્યું છે.

પ્રીમિયમમાં નજીવો વધારો: જોકે, 1,500 સીસીથી વધુના વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં નજીવો વધારો થયો છે. તે બે વર્ષ પહેલા 7,890 રૂપિયાથી વધીને 7,897 રૂપિયા થઈ ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW