મોરબી નગરપાલિકામાં ફરીવાર આંતરિક બદલીનો ગંજીફો ચીપાયો હતો. અને ચીફ ઓફિસર દ્વારા એક જગ્યાએ લાંબા સમયથી કામ કરતા 17 કર્મચારીની બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો. આ બદલીમાં હેડ ક્લાર્ક કનૈયાલાલ કાલરીયાની એકાઉન્ટ શાખામાં અને આવક તેમજ રહીશ દાખલાઓમાં સહી કરવાની કામગીરી સોપવામાં આવી છે તો કેશિયર મહાવીરસિંહ જાડેજાને હેડ ક્લાર્ક તરીકે યમુકવામાં આવ્યા છે.યુબીએસ વિભાગના ચંદ્રેશભાઈ દંગીને જન્મ મરણ વિભાગમાં,ભાવેશ દોશીને લગ્ન નોધણી વિભાગની સાથે જનરલ બોર્ડના ઠરાવની કામગીરી સોપી છે. એકાઉન્ટ ડોલર જોશીને કેશિયર વિભાગમાં મહેન્દ્રસિંહ જાડેજા,લાયબ્રેરી વિભાગમાં સંજય સિંહ રાઠોડને મુકાયા છે તો સેનીટેશનમાં દીલીપસીહ રાઠોડ,પીડબ્લ્યુડીના પ્રવીણ પટેલની સામાકાંઠે લાયબ્રેરી ખાતે મુકવામાં આવ્યા છે તો હાઉસ ટેક્સના પરેશભાઈ અંજારીયાને લીગલ વિભાગ અને મહેકમ વિભાગમાં મુકાયા છે, મહેકમ વિભાગના મહેશભાઈ સોનગ્રાને પી.એફ. તથા ઈ.પી.એફ.ઓ.ની કામગીરી , હાઉસ ટેક્સ વિભાગ તથા અધર ટેકસના દલસુખભાઈ પટેલને અધર ટેક્સ વિભાગ તથા વ્યવસાય વેરા વિભાગની કામગીરી, ફિલ્ટર હાઉસના મનસુખભાઈ નરશીભાઈને સ્ટોર વિભાગમાં અરવિંદભાઈ ગોહિલની કામગીરી, હાઉસ ટેક્સના લાખુભા ઝાલાની પવડી વિભાગમાં રમાભા ઝાલાની સૂચના મુજબ કામગીરી, લગ્ન નોંધણી વિભાગના મહેન્દ્રભાઈ ખાખીની હાઉસ ટેક્સ વિભાગમાં દલસુખ પટેલની જગ્યાએ કામગીરી તેમજ અધર ટેક્સ વિભાગના કમલેશભાઈ રાવલની, સ્ટોર વિભાગના અરવિંદભાઈ ગોહેલ અને રેકર્ડ વિભાગના અલ્કેશભાઈ રવેશીયાની હાઉસ ટેક્સ વિભાગમાં મહેન્દ્રભાઈ ખાખીની સૂચના મુજબ કામગીરી કરવા બદલી કરવામાં આવી છે.

