રાજકોટ એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઇટ અટવાતા દેકારો બોલી ગયો હતો. સોમવારે 2 કલાકથી 100થી વધુ પેસેન્જર હેરાન થયાના અહેવાલ છે. રન-વે પર લોકો બેસી ગયા હતા અને પાણી-ભોજનની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવ્યા હતા.
રાજકોટથી દિલ્હીની સ્પાઇસ જેટની ફ્લાઇટ 2 કલાકથી રન વે ઉપર જ અટવાઈ ગઈ છે. જેથી 100 થી વધુ મુસાફરો રાજકોટ એરપોર્ટના રન વે ઉપર ફસાયા છે. આરોપ છે કે, એરપોર્ટ ઓથોરિટી કે સ્પાઇસજેટ દ્વારા કોઈ જ જવાબ અપાયો નથી. પેસેન્જરને પોતાની સ્થિતિ પર છોડી મુકાયા છે. પેસેન્જરને પાણી કે ભોજન નથી મળી રહ્યું તેવા આક્ષેપ થયા છે.

