HomeGujaratમોરબીમાં રામાં મંડળ જોવા ગયેલ યુવકને અહી કેમ આવ્યો તેમ કહી 4...

મોરબીમાં રામાં મંડળ જોવા ગયેલ યુવકને અહી કેમ આવ્યો તેમ કહી 4 શખ્સે મારમાર્યો

મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં ચિત્રકૂટ સોસાયટી પાછળ આવેલ બુટાની વાડી વિસ્તારમાં રહેતા મહેશ દયારામ પરમાર નામના યુવકને સુરેશ ભાણજીભાઈની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હતો. જેની જાણ થતા અને આ પ્રેમ સંબધ મંજુર ન હોય હવે પછી સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થયુ હતું દરમિયાન ગઈ કાલે મહેશ રાત્રીના કનેકડાની વાડીમાં રામામંડળ રમાતુ હોય જે જોવા માટે ગયો હતો જે અંગે સુરેશભાઈ આરોપીઓને સારૂ નહી લાગતા આ કામના આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો તેમ કહી યુવકને ગાળો આપી હતી અને આરોપી સુરેશ ભાણજી પરમાર,જેરામ ભાણજી પરમાર,કાન્તિલાલ ભાણજીભાઈ પરમાર તેમજ જેરામભાઈના પુત્ર મળી યુવકને આખા શરીરે ઢીકા પાટુંનો માર મારી મુંઢ ઇજાઓ કરી અને જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW