લાઇ-ફાઇ ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ ભારત-પાકિસ્તાન સરહદે શરૂ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી વાયરલેસ હોવાના કારણે ઉચ્ચ ઝડપથી ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે.
ઇન્ટરનેટ યુગમાં અત્યારે વાઇ-ફાઇ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે પરંતુ હવે પછી લાઇ-ફાઇથી કોઇપણ મોબાઇલ કે લેપટોપ કેબલ કનેક્શન વિના ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે. લાઇ-ફાઇનું નામ લાઇટ ફિડેલિટી છે. વાઇ-ફાઇ કરતાં તે 100 ગણી ઝડપી સ્પીડ આપે છે. લાઇ-ફાઇ એ બલ્બથી કામ કરે છે જેના માટે બ્રોડબેન્ડ કે કેબલની જરૂર નહીં પડે. એલઇડી લાઇટ તેમાં હોટસ્પોટ ડિવાઇસ બની જાય છે અને ત્યારબાદ કોઇપણ મશીનમાં કનેક્ટ કરી શકાય છે.

લાઇ-ફાઇની રેન્જ એક કિલોમીટર સુધીની હોય છે. ૩૦ કિલોમીટર દૂર સૂઇગામ સાથે નાના માર્ગથી જોડાયેલું છે. આ જગ્યાએ ભૂગર્ભ કે ઓવરહેડ ઓપ્ટિક ફાઇબલ કેબલ લગાવી શકાતા નથી. એટલું જ નહીં રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ પણ થઇ શકતો નથી, કારણ કે તે પાકિસ્તાનની નજીક છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર આવી સમસ્યાના કારણે નડાબેટને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરી શકતી ન હતી જે હવે લાઇ-ફાઇ ટેકનોલોજીની મદદથી શક્ય બની છે

