મોરબી જિલ્લાના એક માત્ર નવલખી પોર્ટમાં મોટા પાયે કોલસાનું પરીવહન થાય છે. અહી વિદેશથી કોલસો પોર્ટ પર ઉતરે છે અને ત્યાંથી રેલ્વે દ્વારા અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવ્યું છે. ગત શનિવારે મોડી રાત્રે શ્રીજી શીપીંગ નામની કંપનીનું કોલસો ભરેલું બાર્જ મોરબી તરફ આવી રહ્યું હતું. તે દરમીયાન બાર્જમાં કોઈ સ્થળે લીકેજ થવા લાગતા ડૂબવા લાગ્યું હતું અને ગણતરીની કલાકોમાં આશરે 1200થી 1500 ટન કોલસો ડૂબવા લાગ્યુ હતું પોર્ટના અધિકારી દ્વારા જાણે ઘટના પર પડદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો જોકે શ્રીજી શીપીંગના કર્મચારીઓએ બાર્જ ડૂબવાની ઘટનાને સમર્થન આપ્યું હતું.

