HomeGujaratબહેનની વિદાઇ થાય એ પહેલા એકના એક ભાઈની અર્થી નીકળી

બહેનની વિદાઇ થાય એ પહેલા એકના એક ભાઈની અર્થી નીકળી

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રવિવારના રોજ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલ પાસે એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર ડિવાઇડર પર ઊંધી પડી ગઇ હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે બીજી ઘટના રાજકોટ શહેરના કોસ્મોપ્લેક્સ નજીક બની હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ઇજા પામેલા યુવકનું સારવારમાં મોત થયું છે. અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તે જોઈને જ ભલભલા હચમચી જાય એવા છે.

કોસ્મોપ્લેક્સ નજીક ફોર્ચ્યુનર કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોતાના ત્યાં બહેનના લગ્નનો પ્રસંગ હોવાથી મનીષ તેરૈયા નામનો 27 વર્ષીય યુવાન કંકોત્રીની વહેંચણી કરવા જતો હતો. આ સમયે કાલાવડ રોડ પર પુર ઝડપે દોડી આવી રહેલી ફોર્ચ્યુનર કાર ચાલકે તેને અડફેટે લેતા તે ફૂટબોલની જેમ ફંગોળાયો હતો. જેમાં એમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મૃતક મનીષ તેરૈયા ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. મૃતકના પિતા ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા છે. ત્યારે પરિવારમાં પિતરાઇ બહેનના લગ્નનો પ્રસંગ હોય જેમાં શરણાઈ વાગે તે પૂર્વે જ ત્રણ બહેનોના એકના એક ભાઈની અર્થી ઉપડી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW