HomeGujaratCentral Gujaratજામનગર: કાનાલુસ પાસે ડંપર પલટી જતા ડ્રાઇવરનું મોત

જામનગર: કાનાલુસ પાસે ડંપર પલટી જતા ડ્રાઇવરનું મોત

જામનગર નજીક કાનાલુસ ગામની સીમમાં એક ખાનગી કંપનીના એરિયામાં ગઇકાલે સાંજે એક ડમ્પરનું એકાએક સ્ટિયરિંગ લોક થઈ જતાં પલ્ટી મારી જવાથી તેના ચાલકને ભોગ લેવાયો છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના જોગવાડ વિસ્તારમાં રહેતો અને ડમ્પરનું ડ્રાઇવિંગ કામ કરતો વિનુભાઈ મારખીભાઈ નામનો 26 વર્ષનો યુવાન ગઇકાલે કાનાલુસ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં ડમ્પર ચલાવીને જઈ રહ્યો હતો.

જે દરમિયાન અચાનક ડમ્પરનું સ્ટિયરિંગ લોક થઈ જવાથી એકાએક ડમ્પર પલટી મારી ગયું હતું. જેમાં તેના ચાલક વિનુભાઈ ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW