રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તા. 13ને શુક્રવારે રાજકોટ જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે. તેઓની આ મુલાકાત દરમિયાન વિકાસકામોના લોકાર્પણ સહિતના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.જે અંગેની તમામ તૈયારીઓને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી થઈ ગઈ છે.

શું છે આયોજન?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે સવારના 9-20 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સીધા બાયરોડ રામપરા બેટી ખાતે જવા રવાના થશે. રામપરા બેટી ખાતે સવારના 10 થી 11-25 કલાક દરમિયાન યોજાનાર સમારોહમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને લાભાર્થીઓને લાભાલાભનું વિતરણ કરશે. 65 મકાનોના લાભાથીઓને ઉજજ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. આ ઉપરાંત 15મા નાણાપંચની ગ્રાંટમાંથી 89.40 લાખના ખર્ચે રાજકોટ જિલ્લાની 650 આંગણવાડીઓમાં મુકાયેલ શુધ્ધ પાણી માટેની આરઓ સીસ્ટમ તેમજ 200 શાળાઓમાં રૂા. અડધા કરોડના ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

49 વર્ષમાં પહેલી વાર સીએમ કોર્પોરેશનમાં
બપોરના 1.10 કલાકે સર્કીટ હાઉસમાં લંચ લીધા બાદ 2 કલાકે સર્કીટ હાઉસ ખાતે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યારબાદ બપોરે 3.30 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, એડીશ્નલ કલેક્ટર, પ્રાંત ઓફીસર સહિતના અધિકારીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુલાકાતે આવી રહ્યા છે. સવારે 11.40એ કોર્પોરેશનની મુલાકાત કરશે. મુખ્યમંત્રીની મુલાકાત ને કારણે કોર્પોરેશનના બે ગેટ નાગરિકો માટે બંધ રહેશે. એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક બંધ થાય તેવા પણ એંધાણ છે.

