HomeGujaratમોરબી: વાવણીયા ખાતે રામબાઈમાં જગ્યામા 17મીએ પાટોત્સવ, સીએમ પટેલ અને પાટીલ રહેશે...

મોરબી: વાવણીયા ખાતે રામબાઈમાં જગ્યામા 17મીએ પાટોત્સવ, સીએમ પટેલ અને પાટીલ રહેશે હાજર

મોરબી જિલ્લાની પ્રસિદ્ધ વવાણિયા ગામ ખાતે આવેલ રામબાઈમાં ની જગ્યામાં તા 17ના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.માતાજીના પાટોત્સવ સાથે સાથે નવ નિર્મિત ભોજનાલય સભા ખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહનું પણ આયોજન કરાયું છે આ સભામાં સીએમ ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજરી આપી શકે છે. અને રામ બાઈ જગ્યા ખાતે રૂ ૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભોજનાલય તેમજ સભાખંડ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.આ ઉપરાંત રામબાઈ જગ્યા ટ્રસ્ટ દ્વારા નવ નિર્મિત અતિથી ભવન 1 પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા જયારે અતિથી ભવન 2 નું પૂર્વ મંત્રી અને આહીર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાના હસ્તે તેમજ ગૌશાળાનું લોકાર્પણ રામબાઈ ટ્રસ્ટ ના ખજાનચી મેણંદભાઈ ડાંગરના હસ્તે કરવામાં આવશેલોકાર્પણ કરવામાં આવશે.સાંસદ મોહનભાઈ કુંડારિયા,પુનમબેન માડમ તેમજ રાજકોટ મેયર પ્રદીપભાઈ દવ સાહીતના અનેક આગેવાનો ભાવિક ભક્તો હાજર રહેશે.

સમારોહ તા ૧૭ ના રોજ સવારે ૯:30 વાગ્યે યોજાશે.આ પહેલા સવારે 7:30 કલાકે વાસ્તુયજ્ઞ,વ્યક્તિ વિશેષ સન્માન તથા અનુદાન આપનાર ભાવિકોનું સન્માન સવારે 11 કલાકે કરવામાં આવશે.બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ,બપોરે 12:15 કલાકે વસ્તુ યજ્ઞ પુર્ણાહુતી આરતી,સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે 9:30 કલાક થી 3:30 કલાક સુધી યોજાશે.જેમાં ગાયક કલાકાર વિજયભાઈ હુંબલ,ગીગાભાઇ આહીર,મનીષભાઈ આહીર,સોનલબેન આહીર તથા નીતાબેન કાપડી હાજર રહેશે.સંધ્યા આરતી સાંજે 6:30 કલાકે અને સંધ્યા પ્રસાદ સાંજે 7 કલાકે રખાયો છે.તેમજ સાંજે 10 કલાકે માયાભાઇ આહીર,બાબુભાઇ આહીર અને અપેક્ષાબેન પંડ્યાની વાણીમાં ભજન સંતવાણી યોજાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW