HomeGujaratCentral Gujaratબધું લેવામાં જ માનો છો તો કંઇક આપવાનુ પણ રાખો: નીતિન પટેલ

બધું લેવામાં જ માનો છો તો કંઇક આપવાનુ પણ રાખો: નીતિન પટેલ

નીતિન પટેલે સામે બેઠેલા લોકોએ ધીમા અવાજે નારો લગાવતા નીતિન પટેલે રમૂજ કરતા કહ્યું કે, આ બસ અમદાવાદથી અહીં આવે તો અહીંનો અવાજ અમદાવાદ લાલ દરવાજા જવો જોઈએ. બધુ લેવામાં માનો છો, આપવાનું પણ કંઇક કરો થોડું.

અમદાવાથી થોળ સુધીની AMTS બસ સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કડી તાલુકાના થોળ ગામથી કરાયો છે. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમને આ અંગે વાત કરી હતી. લાલ દરવાજા ટર્મિનસથી થોળ ગામ (સરદાર ચોક) સુધી કુલ 5 AMTS બસ સેવામા કાર્યરત કરવામાં આવી છે. આ 30 કિલોમીટરના રૂટ ઉપર યાત્રિકોને ૩૫થી 40 મિનિટે બસ ઉપલબ્ધ બનશે. મુસાફરો માટે ટિકિટની કિંમત લઘુતમ 03 રૂપિયા અને મહત્તમ 20 રૂપિયા પ્રારંભિક તબક્કે રાખવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે થોળ ગામ તેના ગાયકવાડ સરકારમાં બંધાયેલા તળાવના કારણે પક્ષીપ્રેમીઓ સહિત તમામ લોકોમાં પર્યટનસ્થળ તરીકે લોકપ્રિય બની ગયું છે. જોકે આ માત્ર એક પ્રસંગ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW