દેશમાં વર્તમાન સમયમાં ખાદ્ય તેલ સહિતની તમામ વસ્તુઓ મોંઘી બની છે. કુદકેને ભુસકે વધતી મોંઘવારીના કારણે સામાન્ય નાગરીકોની કમ્મર તુટી રહી છે. કેન્દ્ર સરકાર ખાદ્ય તેલમાં થોડી રાહત આપવા માટે વિચારણ કરી રહી છે. ખાદ્ય તેલોની વધતી કિંમતોને નિયંત્રણમાં લાવવા માટે આગામી દિવસોમાં ખાદ્ય તેલ ઉપર સરકાર ટેક્સ ઘટાડવા સહિતના પગલા ભરી શકે છે.
India is planning to cut taxes on some edible oils to cool the domestic market after the war in Ukraine and Indonesia’s ban on palm oil exports sent prices skyrocketing https://t.co/GN5weeynj0
— Bloomberg (@business) May 5, 2022
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હવે કેનોલા તેલ, ઓલિવ ઓઇલ, રાઇસ બ્રાન ઓઇલ અને પામ કર્નલ ઓઇલ પરની આયાત ડ્યુટી 35 ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા પર વિચાર કરી રહી છે. જો આમ થાય તો ખાદ્યતેલોના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. સરકાર દ્વારા ક્રૂડ પામ ઓઇલ પર બેઝ ઈમ્પોર્ટ ડ્યૂટીને પહેલાથી જ ખતમ કરી દેવામાં આવી છે.સરકારે ભાવને અંકુશમાં લેવા અનેક પગલાં લીધાં છે.

જેમાં પામ, સોયાબીન તેલ અને સૂર્યમુખીના તેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો અને સંગ્રહખોરી અટકાવવા માટે ચીજવસ્તુઓને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. જો કે, આ પગલાં એટલા સફળ બન્યા નથી કારણ કે વધુ ખરીદીની અટકળોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં વધારો કર્યો હતો. નાણા મંત્રાલય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલય વચ્ચે પામ ઓઈલ પરની આયાત ડ્યુટી ઘટાડવાના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આગામી થોડા સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.

