HomeGujaratસૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયા હતા. બપોર પછી ગોંડલ અને કોટડાસાંગાણી પંથકના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન સાથે કરા અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો અનેક વિસ્તારોમાં ગોરંભાયેલું આકાશ જોવા મળ્યું હતું.

રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યાનું પણ જાણવા મળ્યું છે. હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો પણ ઉંચો રહેતા લોકો આકરી ગરમીથી અકળાયા છે. ત્યારે બપોર બાદ ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગોંડલ શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન આગ ઝરતી ગરમી વરસ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયા બાદ તાલુકાના રીબડા, કોલીથડ, પાટીયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW