મોરબી જિલ્લામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં ફરજ બજાવતા GRD TRB તેમજ હોમગાર્ડના જવાનો દિવસભર તેને સોપવામાં આવેલ સ્થળ પર ફરજ બજાવે છે. જોકે તેઓને માસિક વેતન નામે માત્ર મજાક કરવામાં આવતી હોય તેમ માત્ર ૬૯૦૦ જેટલુ નજીવું વેતન આપવામાં આવે છે.આજના સમયમાં કુદકે ભૂસકે વધતી જતી મોંઘવારીમાં દરેક ઋતુમાં કામ કરતા જવાનોને જે પગાર મળે તે ખુબ ઓછો છે જેથી મમોરબી ના સામાજિક અગ્રણી રાજુભાઈ દવે દિનેશ બાંભનિયા,અશોક ખરચરિયા સહિતના એ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સીએમ ભુપેન્દ્ર પટેલ અને સહિતના વિભાગમાં લેખિત રજૂઆત કરી વહેલી તકે રાજ્યભરમાં ફરજ બજાવતા જીઆરડી જવાન ટીઆરબી અને હોમગાર્ડ જવાનના પગાર વધારવા માગ કરી છે.

