વડોદરાના આશ્રમમાંથી ગાયબ થયેલા સંત મહામંડલેશ્વર હરિહરાનંદ મળી આવ્યા છે. નાસિકમાં એક કારમાંથી મળી આવતા સંતને વડોદરા લાવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ સાથે બંધબારણે થયેલી પૂછપરછમાં જો તેઓ હકીકત જાહેર કરશે તો પોલીસ જે તે ભાવિકો તથા સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેશે.

હરિહરાનંદ સ્વામીને એમના જ સેવકે નાસિક થી શોધી કાઢ્યા હતા. ભારતી આશ્રમના મહંત એકાએક ગુમ થઈ જતા પોલીસ ચોપડે અરજી થયા તેમાં પોલીસે જુદા જુદા વિસ્તારના CCTV મેં તપાસ કરી શોધખોળ શરૂ કરી હતી આ ઉપરાંત સંતને માહિતી આપનારને ઇનામ આપવાનું પણ એલાન કર્યું હતું. કપુરાઈ ચોકડી પાસે આવેલી એક હોટેલ ક્રિષ્નાની સેટ કરેલા કેમેરામાં તેઓ કેદ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચની પોલીસે પાંચ જુદી-જુદી ટુકડી બનાવી તપાસ શરૂ કરી હતી.

પરમેશ્વર ભારતીએ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરી હતી. જેમાં ચોખવટ હતી કે તારીખ 30 એપ્રિલના રોજ તેઓ બાર વાગ્યે આશ્રમેથી ગયા ભાગ પરત ફર્યા નથી. અમદાવાદમાં આવેલી ડોક્ટર રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા. પછી 05 વાગ્યે ચેકઅપ કરાવી વડોદરા જવા માટે નીકળ્યા હતાં. પછી વડોદરામાં આવેલા તેમના સેવકને ત્યાં રાત્રી ભોજન કરવા રોકાયા હતા. પોતાના શિષ્ય કાળુભારતીને ત્યાં જવાનું હોવાથી સેવક રાકેશભાઈ એમને કપૂરાઈ ચોકડી ખાતે મૂકવા ગયા હતા.

કપુરાઈ ચોકડી પાસે આવેલા હનુમાન મંદિર નજીક રાકેશભાઇની કારમાંથી ઉતર્યા હતા. એ પછી રાકેશભાઈ ઘરે જતા રહ્યા હતા. તારીખ 1 મે સુધીમાં આશ્રમમાં પાછા ન કરતા પોલીસની મદદ લેવામાં આવી હતી. કાળુભારતીનો સંપર્ક કરી પૂછવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સ્વામી ઘરે આવ્યા જ નથી. રાકેશ કહ્યું હતું કે તેમણે સ્વામીના કપુરાઈ ચોકડી પાસે કારમાંથી ડ્રોપ કર્યા હતા. પછી ગુમ થઈ જતા જૂનાગઢ સહિત જુદા જુદા આશ્રમમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે પ્રશ્ન એ થાય છે કે નાસિક સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા. ભારતી આશ્રમ સરખેજ ના ચાલી રહેલા વિવાદના કારણે તેઓ રોષે ભરાયા હતા. એમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે એમની સામે નકલી વીલ તૈયાર કરાયું છે.

