HomeGujaratમોરબીના ઘૂટું ગામથી બાઈક ચોર ઝડપાયો,2 ચોરાઉ બાઈક જપ્ત

મોરબીના ઘૂટું ગામથી બાઈક ચોર ઝડપાયો,2 ચોરાઉ બાઈક જપ્ત

મોરબીમાં વાહન ચોરીના બનાવ અટકાવવા તેમજ ચોરાયેલ વાહનના ગુન્હા ઉકેલવા મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાને પગલે મોરબી તાલુકા પોલીસની ટીમ ઘૂટું ગામ પાસે આવેલ આવેલ દાડમીયા દાદા મંદિર પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શખ્સ નંબર પ્લેટ વિનાનું બાઈક લઈને નીકળતા તેની શંકા આધારે પૂછપરછ કરી બાઈકના કાગળ માગ્યા હતા જોકે તેની પાસે બાઈકના કાગળ ન હોય તેમજ સંતોષકર્ક જવાબ ન આપતા તેની અટકાયત કરી આગવી ઢબે પુછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાની તેમજ અન્ય એક બાઈક પણ તેણે જ ચોરી કર્યાની કબુલાત આપી હતી જે બાદ પોલીસે બન્ને ચોરાઉ બાઈક જપ્ત કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW