HomeNationalઅંબુજા-એસીસી સિમેન્ટને ખરીદવા ઝુનઝુનવાલાના ગુરૂ આવ્યા મેદાને, લગાવશે મોટો દાવ

અંબુજા-એસીસી સિમેન્ટને ખરીદવા ઝુનઝુનવાલાના ગુરૂ આવ્યા મેદાને, લગાવશે મોટો દાવ

વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની ખરીદવા માટે જેએસડબલ્યુ અને અદાણી ગ્રુપ વચ્ચે ટક્કર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે અંબુજા અને એસીસી સિમેન્ટને ખરીદવા માટે અન્ય દિગ્ગજો પણ મેદાને આવ્યાં છે. જેમાં અંબુજા સિમેન્ટને ખરીદવા માટે રાધાકિશન દામાણીએ રસ દાખવ્યો છે.

અંબુજા સિમેન્ટની પેરેન્ટ કંપની હોલ્સિમ લિમિટેડના ભારતીય બિઝનેસને ખરીદવાની રેસમાં રાધાકિશન દામાણી પણ જોડાયા છે. દિગ્ગજ શેરબજાર રોકાણકાર અને રિટેલ ચેઇન એવન્યુ સુપરમાર્ટના માલિક રાધાકિશન દામાણી અન્ય સંભવિત બિડર્સ સાથે હાથ મિલાવવાનું આયોજન કરી રહ્યા છે તેમ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. આ માટે દામાણી 10,000 કરોડ રૂપિયા સુધીનો દાવ લગાવી શકે છે.

અહેવાલ પ્રમાણે તેઓ કંપનીમાં નાણાકીય ભાગીદાર તરીકે રોકાણ કરી શકે છે. અદાણી અને જેએસડબલ્યુ ગ્રુપ જેવા બિડર્સ સાથે મળીને રોકાણ કરવાઓ વિકલ્પ પણ આરકેડી વિચારી રહ્યાં છે. નોંધનીય છે કે દામાણી ઈન્ડિયા સિમેન્ટ્સમાં 23 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપ પણ અંબુજા સિમેન્ટનો બિઝનેસ હસ્તગત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. ભૂતકાળમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે અદાણી જૂથ ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW