મોરબી તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ ગામડા ઓમાં અવાર નવાર દબાણ ખડકાયા હોવાની અને સ્થાનિક તંત્ર દબાણ દુર કરવામ આળસ રાખતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે તંત્રે આળસ દુર કરી દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે. જેમાં મોરબીના જૂના આરટીઓ સામે અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારના સર્વે નબર ૩૦૯માં આવેલ સરકારી માલિકીની જમીન પર ૩ જેટલીદુકાન અને 9 જેટલા ગેરકાયદે દબાણ લાંબા સમયથી ખડકાયેલ હોય અને આ દબાણ દુર કરવા અગાઉ ફરિયાદ થઇ હતી.

જે બાદ તાલુકા મામલતદાર દ્વારા આ દબાણ કર્તાઓને દબાણ દુર કરવા અગાઉ 2 નોટીસ આપવા છતાં આ ગેરકાયદે બાંધકામ દુર થયું ન હતું જે બાદ આજે મોરબી તાલુકા મામલતદારની ટીમ પીજીવીસીએલ તેમજ પોલીસની ટીમને સાથે રાખી દબાણ દુર કરવા પહોચી હતી અને તમામ બાંધકામ કામપર બુલડોઝર ફેરવી સરકારી માલિકીની જગ્યા ખાલી કરી કરાવી હતી.

આ કામગીરીમાં તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજા,ડે.મામલતદાર પરેશ ગંભીર,પીજીવીસીએલના અધિકારી અને પીએસઆઈ એ એ જાડેજા અને તેમની ટીમ દબાણ દુર કરવા જોડાઈ હતી.

