HomeGujaratમોરબી:મેડિકલ કોલેજ ફાળવવા સરકારનો નિર્ણય,580 કરોડના ટેન્ડર

મોરબી:મેડિકલ કોલેજ ફાળવવા સરકારનો નિર્ણય,580 કરોડના ટેન્ડર

ડિસેમ્બર 2020માં મોરબી સહિત 8 જિલ્લામાં ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા તેમજ સીવીલ હોસ્પિટલને અપગ્રેડ કરવા આદેશ થયો હતો જોકે રાજય સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા અચાનક નવો ઠરાવ કરી મોરબી જિલ્લાને ફાળવેલ મેડિકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી છે તેવો આદેશ કરતા સમગ્ર મોરબી જિલ્લામાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી રાજય સરકાર દ્વારા મોરબી સાથે છેતરપીંડી કરી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાજપ સરકાર તેના મળતીયાઓને સાચવવા મોરબીની સરકારી મેડિકલ કોલેજ ખાનગી કરી હોવાનો આક્ષેપ કર્યો હતોઓ

મોરબીમાં વિપક્ષના વધતા વિરોધ વચ્ચે આજે રાજય સરકારના જી એમ ઇઆર એસ અંતર્ગતની બનનાર 5 મેડિકલ કોલેજના ભવન માટે રૂ.2873 કરોડનું ટેન્ડર ખોલવામાં આવ્યું છે. આ 2873 કરોડમાં મોરબી જિલ્લાની મેડિકલ કોલેજનો પણ સમાવેશ કરાયો છે. મોરબીની મેડિકલ કોલેજના નિર્માણ માટે રૂ.580 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.જ્યારે3 ટેન્ડર માટે મિનિમમ રકમ 527.56 કરોડ રાખવામાં આવી છે.આ માટે એજન્સી 26 મેથી 5જુન સુધી અરજી કરી શકશે જયારે 6થી 10 જૂન દરમિયાન મોરબી સહિત 5 જિલ્લાના ટેન્ડર ખુલશે

છેલ્લા કેટલાક સમયથી મોરબીને મળનારીસરકારી મેડિકલ કોલેજ ખાનગી સંસ્થાને સોંપવામાં આવી રહ્યું હોવાની જાહેરાત હાલ સરકારે પરત ખેંચી લીધી છે અને મોરબીને ફરી જી એમ ઇ આર એસ સંચાલીત ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ થવાના સંજોગો ઉજળા થયા છે.

મોરબી જિલ્લાને જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ મળવાની જાહેરાત અને તેના ટેન્ડર ખુલવાની જાહેરાત થતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,પાલિકા પ્રમુખ,કુસુમબેન પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,કૃભકો ચેરમેન મગન વડાવીયા સહિતનાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,મંત્રી બ્રિજેશ મેરજાએ સાંસદ મોહન કુંડારીયા, સંસદ વિનોદ ચાવડા,સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW