મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા તેમના પતિ ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલાએ તેની પુત્રી રાગી નો આજે જન્મ દિવસ હોવાથી તેની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે તેઓને મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામમાં દાન આપવાનો નિર્ણય કર્યો હતો જેથી પરશુધામમાં જરૂરિયાત અંગે જાણકારી મેળવતા અહી સીસીટીવી કેમેરા ફિટ કરવાનું આયોજન હોવાથી જીગ્નેશભાઈએ આ સીસીટીવી માટે રૂ 1.50 લાખનું દાન કર્યું હતું. અને ભગવાન પરશુરામ તેમજ બ્આરહ્મ સમાજના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં અતિ મહત્વની એવા નર્મદાની પરિક્રમામાં વર્ષે લાખો શ્રધ્ધાળું જતા હોય છે અને આ નર્મદાની પરિક્રમા કરનાર દરેક પરિક્રમા વાસી તેમના વતન દહેજ ગામ ખાતે ચલાવવામાં આવતા અન્નક્ષેત્ર પર પરિવાર સાથે જઈ પરકમ્મા વાસીઓની સેવા કરી તેમજ તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી

