યુકેના વડા પ્રધાન ગુજરાતમાં આવ્યા છે. જ્યાં એમનું સ્વાગત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પદાધિકારીઓપહોંચ્યા હતા. જ્યાં તેઓ વિજ્ઞાન અને ટેકનિકલ મદદ અંગે રોકાણની જાહેરાત કરવા માટે તૈયાર છે. એ પછી તેઓ શુક્રવારે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળશે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન ગુરુવારે તેમના લાંબા સમયથી બાકી રહેલા ભારત પ્રવાસની શરૂઆત કરવા માટે અમદાવાદ, ગુજરાત પહોંચ્યા હતા. જે રોગચાળાને કારણે વિલંબિત થઈ હતી. જ્હોન્સન ભારતની બે દિવસીય મુલાકાતે છે. જે દરમિયાન તેઓ આર્થિક સંબંધો અને યુક્રેનમાં યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પ્રથમ દિવસે, બોરિસ ગુજરાતમાં આવ્યા હતા. જ્યાં તે વિજ્ઞાન, આરોગ્ય અને તકનીકી સહયોગમાં રોકાણ થતી બંને દેશના વિકાસની વાત કહી હતી. શુક્રવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને આર્થિક, સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર વાતચીત કરશે. યુકેના વડાપ્રધાન સોફ્ટવેર એન્જિનિયરિંગ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના નવા આર્થિક સોદા થાય એવી આશા વ્યક્ત કરે છે. જેથી કરીને સર્વિસ અને ઉત્પાદન ક્ષેત્રે બંને દેશ એક નવી દિશા પ્રાપ્ત કરી શકે. યુક્રેનના આક્રમણના જવાબમાં ભારતને રશિયાથી દૂર રાખવાનો પણ તેમનો હેતુ છે. જ્હોન્સનના પ્રવક્તા, મેક્સ બ્લેને જણાવ્યું હતું કે બ્રિટન “ભારતને બ્રિટન ડિફેન્સ ક્ષેત્રે બીજા કેટલાક વિકલ્પો આપવા માટે ઈચ્છે છે, આ ઉપરાંત રશિયા સાથે જે એનર્જીને લઈને જુદી જુદી ચેઈન ચાલે છે એને વઘુ એક આપવા માટે તે ભારત માટે તૈયાર છે.
Honoured to host @BorisJohnson, the first UK PM to visit Gujarat, at Adani HQ. Delighted to support climate & sustainability agenda with focus on renewables, green H2 & new energy. Will also work with UK companies to co-create defence & aerospace technologies. #AtmanirbharBharat pic.twitter.com/IzoRpIV6ns
— Gautam Adani (@gautam_adani) April 21, 2022
બ્રિટન આ વર્ષના અંત સુધીમાં ભારત સાથે મુક્ત વેપાર સોદો પૂર્ણ કરવાની આશા રાખે છે, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે યુક્રેનમાં સંઘર્ષને કારણે વિદેશી તેલ અને ગેસ પર નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “અમે વર્ષના અંત સુધીમાં ભારત સાથે અન્ય મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ,” રોઇટર્સે જોહ્ન્સનને ગુજરાતમાં પત્રકારોને જણાવ્યું હતું.

