HomeNationalમોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લીઈ અત્યાર સુધીમાં 14 દેશના વડા ગુજરાત આવ્યા,હવે...

મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લીઈ અત્યાર સુધીમાં 14 દેશના વડા ગુજરાત આવ્યા,હવે બ્રિટનના PM આવશે

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેઓ 14 દેશના વડાને ગુજરાત મુલાકાતે લાવ્યા છે. જેમાં તેમણે મોટા પ્રોજેક્ટના લોકાર્પણમાં એમને સહભાગી બનાવીને ભારતની વિદેશનીતિ અને સંબંધોને મજબુત કર્યા છે. હવે તા.21 એપ્રિલના રોજ પહેલી વખત બ્રિટનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા ચીન, અમેરિકા, જાપાન, નેપાળ, સર્બિયા અને અમેરિકા સહિતના દેશના વડાઓ ગુજરાતના અમદાવાદ શહેરની મુલાકાત લઈ ચૂક્યા છે.

તા. 21 એપ્રિલના રોજ પહેલી વખત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સવારે આઠ વાગ્યે તેઓ અમદાવાદના એરપોર્ટ પર આવશે. એક દિવસની મુલાકાત કરીને રાત્રીના સમયે દિલ્હી રવાના થશે. આટલા સમયમાં તેઓ એક માત્ર ગૌતમ અદાણીને ગુજરાતમાં મળશે. એ પછી હાલોલ ખાતે જેસીબી પ્લાન્ટની મુલાકાત કરશે. એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ આવશે. તા. 22 એપ્રિલના રોજ બોરિસ જોનસન વડાપ્રધાન મોદી સાથે એક ખાસ મુલાકાત કરશે. માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું ચર્ચામાં છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગથી ગુજરાત દર્શન કરાવાની શરૂઆત થઈ છે. તા.17 સપ્ટેમ્બર 2014ના રોજ ચીનના વડાએ અમદાવાદની મુલાકાત કરી ગાંદી આશ્રમમાં વડાપ્રધાન મોદી સાથે સમય પસાર કર્યો હતો. ચરખો ચલાવ્યો હતો. રીવરફ્રન્ટ પર હિંચકા ખાધા હતા. એ સમયે ભારત અને ચીન વચ્ચે ત્રણ મહત્ત્વના કરાર થયા હતા. તા.13 અને 14 સપ્ટેમ્બર 2017ના રોજ જાપાનના વડાપ્રધાન શિંજો આબે આવ્યા હતા. જેનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી ખુદ અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. સાબરમતી આશ્રમ સુધી બંનેએ રોડ શૉ કર્યો હતો. વિદેશના નેતા સાથે વડાપ્રધાન મોદીનો આ પહેલો રોડ શૉ હતો. પછી બંને સાબરમતી આશ્રમ, સીદી સૈયાદની જાળી, ગાંધી મ્યુઝિયમ ગાંધીનગર અને દાંડી કુટીર ખાતે ફર્યા હતા. પછી મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અને કોરિડોર ખુલ્લો મૂક્યો.

એ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગ્રામાં મુલકાત કર્યા બાદ સીધા જ અમદાવાદ આવ્યા હતા. જેમનું સ્વાગત કરવા વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો 14 કિમીનો રોડ શૉ કર્યો હતો. નેતન્યાહૂ અને પત્નીએ અમદાવાદના ગાંધી આશ્રમમાં ચરખો ચલાવ્યો હતો. પછી નેતન્યાહૂ સાથે પતંગ ચાગાવીને મજા કરી. નેતન્યાહૂની એ મુલાકાત દરમિયાન ભારત-ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ, કૃષિ અને અંતરિક્ષ વિજ્ઞાન સહિતના કુલ નવ કરાર પર હસ્તાક્ષર થયા હતા. વર્ષ 2015માં ગુયાના વડા ડોનાલ્ડ રબીન્દ્રનાથ રામોતાર (રાષ્ટ્રપતિ) સાથે મોદીની મુલાકાત થઈ. પછી ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે ( વડાપ્રધાન), મોઝામ્બિકના વડા ફિલિપ જેસિંટો ન્યૂસી (રાષ્ટ્રપતિ), વર્ષ 2016માં નેપાળના વડા કેપી શર્મા ઓલી (વડાપ્રધાન), વર્ષ 2017માં પોર્ટુગલના વડા એન્ટોનિયો કાસ્ટા (વડાપ્રધાન), સર્બિયાના એલેક્ઝેન્ડર વુવિક (વડાપ્રધાન), નેપાળના વિદ્યાજેવી ભંડારી (રાષ્ટ્રપતિ), જાપાનના શિંજો આબે (વડાપ્રધાન), વર્ષ 2018માં ઈઝરાયેલના બેન્જામિન નેતાન્યાહૂ (વડાપ્રધાન), કેનેડાના જસ્ટિન ટ્રુ઼ડો (વડાપ્રધાન), સેશેલ્સના ડેની એન્ટોઈન રોલેન (રાષ્ટ્રપતિ),વર્ષ 2020માં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ (રાષ્ટ્રપતિ) અને 2022માં મોરિશિયસના પ્રવિન્દ જુગનાથ (વડાપ્રધાન) નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW